સપ્તપદી ના સાત વચનો અને તેનું મહત્વ

સપ્તપદી ના સાત વચનો અને તેનું મહત્વ

12th December 2017 0 By admin

એવુ કેમ હોય છે કે જ્યા સુધી સાત ફેરા પૂરા નથી થતા ત્યા સુધી લગ્ન અધૂરા કહેવાય છે. ન એક ફેરો ઓછો કે ન એક વધુ. પૂરા સાત ફેરા

આમ તો આજકાલ કેટલાક લગ્ન સમારંભમાં ચાર કે પાંચ ફેરાથી કામ થઈ જાય છે પણ માહિતગારો મુજબ આ પ્રકારના સંસ્કાર સુખદ નથી રહેતા. એવુ લોકો માને છે.

સાત ફેરાનું રહસ્ય શુ છે ?

પંડિતોનુ કહેવુ છે કે આનો ઉદ્દેશ્ય વરવધૂને ચેતનાના દરેક સ્તર પર એકરસ અને સાંમજસ્યથી સંપન્ન કરવાનો છે. ચેતનાના સાત સ્તરોની ચર્ચા કરતા કહેવાયુ છે કે સાતની સંખ્યા માનવ જીવન માટે ખૂબ જ વિશિષ્ટ છે.

 

યજ્ઞ અને સંસ્કારના વાતાવરણ અને વિશિષ્ટ લોકોની હાજરીમાં સાત ફેરા એક સાથે સાતમા પદ કે પરિક્રમામાં વર વધુ એક બીજાને કહે છે કે અમે એકબીજાના પરસ્પર મિત્રો બની ગયા છે.
સપ્તપદીનો વિધિ હિંદુ લગ્ન-પ્રથાનો  આત્મા છે.જેમાં વેદીથી એક હાથ દુર, ઉત્તર  કે પશ્ચિમ દિશામાં  ડાંગર કે ચોખાની સાત ઢગલી કરી તેનું પૂજન કરવામાં આવે છે.અને વર-વધુને ઉત્તર દિશા તરફ સાત ડગલાં મંડાવે છે અને એક એક પગલે એક એક વચન લેવડાવે છે.

૧ –  इष एकपदी भव ।

(તું પહેલું પગલું અન્ન- એટલે કે ઐશ્વર્ય માટે ભર.)

૨ – બીજું પદ- उर्झे द्विपदी भव । (તું બીજું પગલું શક્તિ વધે તે માટે ભર)

૩ – ત્રીજું પદ- रायस्पोषाय त्रिपदीभव।(તું ત્રીજું પગલું સંપત્તિને માટેભર)

૪ – ચોથું પદ- मायोभव्याय चतुष्पदी भव । (તું ચોથું પગલું સુખચેનને માટે ભર)

૫ – પાંચમું પદ- प्रजाभ्यः पंचपदी भव ।

(તું પાંચમું પગલું પશુઓના કલ્યાણ માટે ભર.(દૂધ-ઘી-દહી ની ક્યારેય તમને અછત ન નડે)

૬ – છઠું તમામ ઋતુઓ માટે,

(એટલેકે કુદરતની જેમ જીવન ની પણ ચડ-ઉતરની ઋતુ હોય છે એ બધી મોસમ મા બંને સમશીતોષ્ણ રહે તે માટે)

૭ – સાતમું પદ- सखा सप्तपदी भव ।

( સાતમું પગલું  ભરીને તું મારી મિત્ર થા પતિ અને પત્ની  હક્કો અને ફરજોના ગુંચવાડામાં ન પડતા મિત્ર બનીને રહે તો સંસાર વધુ સરી રીતે ચાલે છે.)

લગ્ન વિધિ ખરેખર તો આજકાલ જે પરણે છે એ પણ, ગોર જે વેદિક શ્લોક કે મંત્ર બોલે છે તેને સમજ્યા વગર જ અનુકરણ કરે જાય છે.

“બે જ પગલાં પડે છે શું કામ?!

જયારે રાસે રમે રાધા ને શ્યામ.”

જેમ સાત પગલાં આકાશમાં છે,તેમ સાત પગલાં સાથે પણ છે.

પતિ અને પત્ની જયારે લગ્ન સમયે, સપ્તપદીના સાત પગલાં સાથે માંડી જે સાત વચનો લે છે,એ જ એમના લગ્નજીવનનો આધાર છે.પતિ અને પત્નીમાં શું વધુ જરૂરી છે,માત્ર દેખાવ?ના,દેખાવ થી પણ વધુ જરૂરી પ્રેમ અને વિશ્વાસ છે.એકબીજાને સમજવાની સપૂર્ણ તૈયારી,એકબીજાના સુખ અને દુઃખમાં સંપૂર્ણ સાથ,એકબીજાના અવગુણો સાથેનો  સ્વીકાર,એકબીજાના સ્વમાનની રક્ષા કરવીએકબીજાના ગમા અણગમા,પસંદ નાપસંદનું ધ્યાન રાખવું,કોઈ ત્રીજી વ્યક્તિની ચઢામણી તમારા ઉપર હાવી ન થવા દેવી,

સમાજ કરતાં પણ સંસાર તમારા માટે વધુ મહત્વનો છે.

ઘરને એક મંદિર બનાવવા માટે આરસ અને ઈંટ એટલેકે, સ્ત્રી અને પુરુષ બંનેની જરુર પડે છે.

અને આં મંદિરનું વાતાવરણ પવિત્ર બનાવવા માટે પ્રેમના પુષ્પો,આનંદની ધૂપસળી,અને શ્રધાનો દીવડો પ્રગટાવવાની જરૂર હોય છે.

-પ્રેમ તણા મંદિરમાં શ્રધાનો દીવડો,

જલતો રહે તો શીદ દુઃખી થાય જીવડો.
શરીરમાં વર્તમાન ચક્ર સાથે સપ્તપદીનો સંબંધ 
શરીરના નીચલા ભાગથી શરૂ થઈને ઉપરની બાજુ વધવા પર તેમની સ્થિતિ આ પ્રકારની માનવામાં આવી છે. મૂળાધાર, (શરીરનો પ્રારંભિક બિંદુ) સ્વાધિનિષ્ઠાન (ગુદાસ્થાન થી ઉપર) મણિપુર(નાભિકેન્દ્ર) અનાહત, (હ્રદય) વિશુદ્ધ(કંઠ) આજ્ઞા (લલાટ બંને નેત્રોની વચ્ચે) અને સહસ્ત્રાર (ટોચનો ભાગ જ્યા શિખા કેન્દ્ર છે)

ચક્ર શરીરનુ કેન્દ્ર છે. એની જેમ જ શરીરના પણ સાત સ્તર માનવામાં આવે છે. તેના નામ આ રીતે છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, માનસ શરીર, આત્મિક શરીર, દિવ્ય શરીર અને બ્રહ્મ શરીર. આપણે પ્રત્યક્ષ કે સ્થૂળ શરીર જ આંખોથી જોવાય છે. તેની અંદરના અવયવ સ્પર્શીને કે બીજી રીતે જાણી શકાય છે.

લગ્નના સાત ફેરામાં એ શક્તિ કેન્દ્રો અને અસ્તિત્વના પડ કે શરીરના ઊડા રૂપો સુધી એકાગ્ર કાયમ કરવાનું વિધાન રચવામાં આવે છે. માત્ર શિક્ષા નહી વ્યવ્હારિક વિજ્ઞાનના રૂપમાં પણ. આ તથ્યને સમજાવવા માટે જ સાત ફેરા કે સાત વચનોને સંગીતની સાથે સાત સુર ઈન્દ્રધનુષના સાત રંગ સાત તલ સાત સમુંદર સાત ઋષિ સાત લોક વગેરેનો ઉલ્લેખ કરવામાં આવે છે. અસલ વાત શરીર મન અને આત્માના સ્તર પર એક્ય સ્થાપિત કરવાનો છે જેને જન્મ જન્માંતરનો સાથે કહી શકાય.