11th May 2021
Breaking News

ગ્રામ્ય વિસ્તારમાં ગરીબીરેખા નીચે જીવન જીવતાં જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજના

ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબીરેખા નીચે જીવન જીવતાં જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજના સને ૧૯૭૨ થી અમલમાં છે. સને ૧૯૭૬ માં આવા ફાળવેલ પ્લોટો પર મકાન બાંધવા માટેની સહાય યોજના અમલમાં આવી. “મફત પ્લોટ મફત ઘર” એ સૂત્રને સાકાર કરતી સરદાર આવાસ યોજના વર્ષ ૧૯૯૭ થી અમલમાં આવી.

શરૂઆતમાં રૂ.૨૦૦૦૦/- ની સહાય આપવાની જોગવાઇ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૦ થી આ યોજના હેઠળ રૂ.૪૫૦૦૦/- ની સહાય ત્રણ હપ્તામાં આપવાની જોગવાઇ કરવામાં આવી છે. જે મુજબ પ્રથમ હપ્તો એડવાન્સ ૨૧૦૦૦/- બીજો હપ્તો લીંટલ લેવલે ૧૫૦૦૦/- અને ત્રીજો હપ્તો બાંધકામ પૂર્ણ થયે ૯૦૦૦/- આપવાની જોગવાઇ છે.
૩રાજ્યમાં ૧૭ થી ૨૦ ની બી.પી.એલ સ્કોર ધરાવતા મોટાભાગના ઘરવિહોણા લાભાર્થીઓને આવરી લેવાતા વર્ષ ૨૦૧૩ માં કાચા આવાસ ધરાવતાં પાત્ર કુટુંબોને આવરી લઇને ૪,૨૯,૯૦૦ આવાસો મંજુર કરવામાં આવેલ હતા.
૪ત્યારબાદ ૦૮/૦૮/૨૦૧૩ ના પંચાયત વિભાગના ઠરાવથી ૧૭-૨૦ સુધીનો સ્કોર ધરાવતા બી.પી.એલ કુટુંબોને ઇંદિરા આવાસ યોજના હેઠળ આવરી લેવાની જોગવાઇ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ પ્લોટ વિહોણા પાત્ર કુટુંબોને મફત પ્લોટ ફાળવવાની જોગવાઇ કરવામાં આવી છે. જેથી લાભાર્થી કુટુંબ સરકારી સહાયથી પોતાનુ મકાન બનાવી શકે.
૬ઉપરાંત પ્લોટ ફાળવણી માટે “જમીન સંપાદન”, કરવા તેમજ “પ્લોટ વિકાસ”, “માળખાકીય સુવિધાઓ” જેવી કે, પીવાનુ પાણી, ગટર વ્યવસ્થા, આંતરિક રસ્તા, વિજળીકરણ જેવી સુવિધા માટે પણ જોગવાઇ કરવામાં આવેલ છે. જેથી મફત પ્લોટ વિસ્તારના લાભાર્થીઓને ખૂટતી સગવડો પ્રાપ્ત થઇ શકે.રાજ્યમાં સરદાર આવાસ યોજના-૧ હેઠળ ઘર વિહોણા અને કાચા આવાસ ધરાવતાં મોટા ભાગના બી.પી.એલ કુટુંબોને આવરી લેવામાં આવતાં બી.પી.એલ સિવાયના કાચા આવાસ ધરાવતા કુટુંબોને મકાન સહાય આપવા સરદાર આવાસ યોજના-૨ તરીકે પંચાયત વિભાગના તા-૧૮/૦૨/૨૦૧૪ ના ઠરાવથી અમલમાં મૂકવામાં આવેલ છે.ઓરડા તથા સંડાસ કમ બાથરૂમનું પ્‍લીન્‍થ ઉ૫રનું ચણતર તથા પેરાપેટનું ચણતર પાકી ઇંટોનું ૦.૨૩ મીટર જાડાઇનું સિમેન્‍ટના હોલો બ્‍લોક તથા સ્‍ટોન મેશનરી અને બેલાસ્‍ટોન વિગેરે સિમેન્‍ટ રેતી કેલ (૧:૬) માં કરવાનું હોય છે.મકાનમાં આગળ પાછળ લોખંડના વેન્‍ટ‍િલેટર્સવાળા ફલે૫ શટર સહિતના બે દરવાજા (૫તરાની જાડાઇ ૧૮ ગેઇઝથી ઓછી ન હોવી જોઇએ) નકશામાં જણાવેલ ડિઝાઇન મુજબ ૦.૮૨ મીટર X ૨.૦૦ મીટરનો દરવાજો મૂકવાનો હોય છે.સંડાસનો લોખંડનો સાદો દરવાજો ટાઇ૫ ડિઝાઇન મુજબ ૦.૭૫ X ૨.૦૦ મીટરનો મૂકવાનો હોય છે.મકાનમાં આગળ પાછળની ‍દીવાલોમાં કુલ બે બારીઓ ૦.૭૫ મીટર X ૧.૦૫ મીટરના મા૫ની લોખંડની સેફટી બાર સહિતની મૂકવાની હોય છે.લાભાર્થીની લેખિત માંગણી થયેથી વિકલ્‍પે પાછળની દીવાલનાં બારણાંને બદલે બારી મૂકી શકાય. આમ એક બારણું તેમજ ત્રણ બારી રાખી શકાય.સંડાસ કમ બાથરૂમમાં સિમેન્‍ટ ક્રોંક્રિટની પ્રિકાસ્‍ટ જાળી ૦.૬૦ મીટર X ૦.૬૦ મીટરના મા૫ની મૂકવાની હોય છેઓટલા સિવાય મકાનનું બાંધકામનું ક્ષેત્રફળ ૨૨.૯૦ ચો.મી. થી ઓછું ન હોવું જોઇએ.યોજનાના મકાનનું ખોદાણકામ ૦.૯૦ મીટર સુધી અથવા પીળી માટી (મુરમ) મળે ત્‍યાં સુધી,

એ બેમાંથી જે વધુ હોય ત્‍યાં સુધી કરવાનું રહેશે.પ્‍લીન્‍થની ધાબા સુધીની ઉંચાઇ ૨.૭૦ મીટર રાખવાની રહેશેમકાનની પેરાપેટ ઉંચાઇ ૦.૩૦ મીટર રાખવાની રહેશે.યોજનાના મકાનમાં એક મોટા ઓરડાનું મા૫ ૩.૩૫ X ૪.૯૮ મીટર રાખવાનું રહેશે.સંડાસ બાથરૂમનું માપ ૧.૦૦ મીટર X ૧.૮૨ મીટર રાખવાનું રહેશેપ્‍લીન્‍થની ઉંચાઇ ૦.૩૦ મીટર તથા પ્‍લીન્‍થની ધાબા સુધીની ઉંચાઇ ૨.૧૫ મીટર રાખવાની રહેશે.એકબાજુના ભાગમાં સંડાસની તથા બાકીના ભાગમાં બાથરૂમની જોગવાઇ રાખવાની રહેશે.આગળના ભાગે ૧.૮૦ મીટર ૫હોળાઇનો ખુલ્‍લો ઓટલો જમીનથી ૦.૩૦ મીટર ઉંચાઇનો બનાવવાનો રહેશે.બાથરૂમ કમ સંડાસ માટે ૫૪૦ મીલીમીટર સાઇઝનું ડબલ્‍યુ સી.ટબ શોકપીટ (કવર સહિત) તથા જરૂરી પાઇ૫ કનેકશન વિગેરેનું કામ કરવાનું હોય છે.૨આ યોજના હેઠળ યુનિટ કોસ્ટ ૧ લાખ સામે રાજ્ય સરકાર દ્વારા રૂ.૪૦૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. જેમાં પ્રથમ હપ્તો મંજુરીના હુકમ સાથે રૂ૧૦૦૦૦/- બીજો હપ્તો લીંટલ લેવલે (ટોઇલેટ સાથે) રૂ.૨૦૦૦૦/- અને ત્રીજો હપ્તો બાંધકામ પૂર્ણ થયે રૂ.૧૦૦૦૦/- આપવાની જોગવાઇ છે.

યોજનાને વધુ ઉપયોગી અને લાભાર્થીઓ માટે અનુકૂળ બનાવવા માટેના રાજ્ય સરકારના પગલાંરૂ. ૧૧ હજારની જૂની આવક મર્યાદાની જગ્‍યાએ ગરીબી રેખા હેઠળ નોંધયેલ તમામને લાભ (તા. ૧-૮-૨૦૦૦ થી…)મકાનો, ધરતીકંપસામે પણ ટકી રહે તેવી મજબૂતાઇ વાળા બનાવવા માટે ડિઝાઇનમાં જરૂરી ફેરફાર (તા. ૧-૫-૦૧ થી…)લાભાર્થીને પોતાના નામે પ્લોટ કે મકાન હોવું ન જોઈએ.પતિ-પત્‍ની બંનેના લેમિનેટ કરેલ ફોટા સાથેની સનદ (તા. ૨૫-૬-૦૨ થી ….)સંસ્‍થા કે ગ્રામ પંચાયતની જગ્‍યાએ લાભાર્થી જાતે મકાન બનાવે તેવી છૂટછાટ (તા. ૨-૩-૦૫ થી…)ઇંટોને બદલે સિમેન્‍ટના હૉલોબ્‍લૉક તથા સ્‍ટોન મેશનરી અને બેલા સ્‍ટોન વાપરવાની પણ છૂટ (તા. ૨-૩-૦૫ થી…)ધાબાંવાળા મકાનોના વિકલ્‍પે મેંગ્‍લોરી નળીયાવાળાં છાપરાવાળાં મકાનો બાંધવાની છૂટ (તા. ૨-૩-૦૫ થી….) યોજનાનો લાભ કોણ લઇ શકે ?રાજય સરકારની ગરીબલક્ષી આ યોજનાનો લાભ ગ્રામ્‍ય વિસ્‍તારના ગરીબીરેખા નીચે નોંધાયેલ વ્‍યકિતને મળી શકે છે.પોતાને કોઇ પ્‍લોટ કે મકાન ન હોય તેવાને આ યોજનાનો લાભ મળે છે.અરજદારે સરકારની રહેઠાણની અન્‍ય યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઇએ.અરજદાર પાસે પ‍િયતવાળી જમીન અડધા હેકટરથી વધારે ન હોય અથવા બિનપ‍િયતવાળી એક હેકટરથી વધારે ખેતીની જમીન ન હોય તો તેવા જમીન ધારકોને પણ આ યોજનામાં લાભ મળે છે.જો સાથે રહેતાં હોય અને તેમાં ૫તિ કે ૫ત્‍નીને નામે કોઇ પ્‍લોટ કે મકાન ન હોય અને છેલ્‍લા પાંચ વર્ષથી એ જ ગામમાં વસવાટ કરતાં હોય તો તે બેમાથી કોઇ એક વ્‍યકિતને જ આ યોજનાનો લાભ મળી શકે છે.જો લાભાર્થી બહારગામનો વતની હોય તો જે ગામમાં રહેતો હોય તે ગામનું ગરીબીરેખાનું કાર્ડ ધરાવતો હોવો જોઇએ. આવી વ્‍યકિતએ તેના મૂળ ગામમાંથી ત્‍યાંના સરપંચશ્રી પાસેથી ” આ લાભાર્થ‍ીએ અમારા ગામમાં સરદાર ૫ટેલ આવાસ યોજનાનો લાભ લીધો નથી” એવો દાખલો લાવવાનું જરૂરી છે. તથા તે ગામે મૂળ વતનમાં તેના તથા તેની ૫ત્‍નીના નામે પોતાનું મકાન ન હોવું જોઇએ અને બી.પી.એલ. ની વ્‍યાખ્‍યામાં આવતાં હોવાં જોઇએ તેનો દાખલો જરૂરી છે.સરદાર ૫ટેલ આવાસ યોજનાનો લાભ ગરીબીની રેખા નીચે જીવતા ગ્રામજનને ફકત એક જ વખત મળી શકે છે.યોજનામાં તમારૂં મકાન કેવું બનશે ?

મકાન બાંધકામની ગુણવત્તાના ધોરણો શું છેયોજનાના મકાન બાંધકામના ચણતરની માર્ગદર્શિકાબારી દરવાજાના ઓ૫નીંગની આજુબાજુ લોખંડના સળિયા મૂકી મજબૂતાઇનું કામ કરવાનું હોય છે.સીલ લેવલે ખૂણા તથા ટી જંકશનની દીવાલો ઉ૫ર યુ આકારના સળિયા ૦.૯૦ મીટર લંબાઇના ૧:૩ સિમેન્‍ટ રેતીના કેલ ભરીને મૂકવાના હોય છે.ચણતર કામ સિમેન્‍ટ રેતી કેલ (૧:૬)ને બદલે (૧:૪)માં કરવાનું હોય છે. નિયત કરેલ ટાઇ૫ ડિઝાઇન મુજબ કરવાનું હોય છે.ઉ૫રાંત સાઇસ્‍િમક ઝોન- પાંચ માટેના વિસ્‍તારમાં (કચ્‍છ જીલ્‍લો) મકાનો બનાવવા માટે ભૂકં૫ પ્રતિકારક કામો કરવાનાં હોય છે.ઓરડા તથા સંડાસ કમ બાથરૂમનું પ્‍લીન્‍થ ઉ૫રનું ચણતર તથા પેરાપેટનું ચણતર પાકી ઇંટોનું ૦.૨૩ મીટર જાડાઇનું સિમેન્‍ટના હોલોબ્‍લોક તથા સ્‍ટોન મેશનરી અને બેલાસ્‍ટોન વિગેરે સિમેન્‍ટ રેતી કેલ(૧:૬) માં કરવાનું હોય છે.સરદાર પટેલ આવાસ યોજના-વિશેષતાસને ૧૯૯૭-૯૮ થી ૨૦૧૧-૧૨ દરમિયાન રાજયમાં બનેલ સરદાર આવાસ યોજનાના મકાનોસરદાર પટેલ આવાસ યોજના હેઠળ સને : ૧૯૯૭-૯૮ થી ૨૦૧૦-૧૧ સુધીમાં પૂર્ણ થયેલાં મકાનોની કુલ સંખ્‍યા ૪,૧૨,૭૫૮.સને : ૨૦૧૦-૧૧ ના વર્ષ દરમિયાન કુલ ૩૪,૨૮૯ આવાસો માટે રૂ. ૧૫૪૬૭.૧૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ હતી.વર્ષ ૨૦૧૧-૧૨ માટે ૨૮૬૪૨ મકાનો નો લક્ષયાંકતેમજ રૂ. ૧૨૮૮૯ લાખની નાણાંકીય જોગવાઇ કરવામા આવેલ છે. જેની સામે માર્ચ-૧૨ અંતીત રૂ. ૧૪૧૯૯.૪૧ લાખ નો ખર્ચ અને ૨૪૪૯૮ આવાસો પૂર્ણ કરવામા આવેલ છે.વર્ષ ૨૦૧૨-૧૩માં આ યોજના હેઠળ રૂ. ૩૫૪૬૭.૨૫ લાખની નાણાંકીય જોગવાઇ કરવામાં આવેલ છે. અને ૭૮૮૧૬ આવાસ બાંધકામનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *