જે  પીડ પારાય જાણે રે…સરદારના સંભારણા

જે પીડ પારાય જાણે રે…સરદારના સંભારણા

12th December 2017 0 By admin

કરમસદમાં ગુજરાતી સાત ધોરણ સુધીની શાળાજ હતી પણ અંગ્રેજીના ત્રીજા ધોરણથી આગળ ભણવાની વ્યવસ્થા ન હતી આથી અંગ્રેજી ચોથાના અભ્યાસ માટે વલ્લભભાઇ એમના ચાર-પાંચ મિત્રો સાથે કરમસદ થી ૬ માઈલ દુર આવેલ પેટલાદ ગમે ભણવા માટે ગયા હતા.આ બધા મિત્રો એક રૂમ રાખીને રહેતા હતા. બધા મિત્રો વચ્ચે ખુબ સારો સંપ હતો. પેટલાદમાં ભાડે રાખેલ રૂમની દીવાલ પર લખ્યું હતું “એકતામાં મોટું બળ” હાથેજ રસોઈ બનાવે રવિવારની રજામાં કરમસદ આવે ત્યારે સીધું-સામાન લેતા જાય.

પેટલાદ અને કરમસદ વચ્ચેની આવક-જાવક પગપાળા જ કરવાની હોય.એકવખત કરમસદથી પેટલાદ જતી વખતે વલ્લભભાઇ મિત્રોથી પાછળ રહી ગયા. સાથે ચાલી રહેલા મિત્રો વાતો કરવામાં એટલા મશગુલ હતા કે તેને વલ્લભભાઇ પાછળ રહી ગયા તેનો ખ્યાલ જ ન રહ્યો. આગળ નીકળી ગયેલા મિત્રોએ આગળ જતા વલ્લભભાઇ પોતાની સાથે નથી ખબર પડતા પાછળ જોયું તો થોડેક દુર રસ્તાની વચ્ચોવચ વાંકા વળીને કઇંક કરી રહ્યા હતા.

વલ્લભભાઇ શું કરી રહ્યા છે એની કઈ ખબર પડતી નહોતી.એકાદ મિત્રે વલ્લભભાઇને બોલાવવાનો પ્રયાસ પણ કર્યો વલ્લભભાઇ કોઈનું સાંભળ્યા વગર જ કઇંક કામ કરી રહ્યા હતા. પોતાનું કામ પૂરું કરીને વલ્લભભાઈ મિત્રો પાસે પહોચ્યા એટલે મિત્રોએ તરત જ પૂછ્યું, “ટુ ચાલવામાં હમેશા અમારા કરતા આગળ જ હોય છે આજે કેમ પાછળ રહી ગયો? રસ્તા વચ્ચે વાંકો વળીને શું કરતો હતો.? વલ્લભભાઈઈ કહ્યું, “રસ્તાની વચ્ચે બરોબર મોટો પાણો હતો અને તે કેટલાય સમયથી ત્યાનો ત્યાંજ પડ્યો છે અને બધાને ચાલવામાં નડતરરૂપ થાય છે . કાલે આપને અહીંથી નીકળ્યા ત્યારેજ મે નક્કી કરી લીધું હતું કે આ પાણાને ઉખાડીને  ફેકી દેવો છે જેથી બધા રાહદારીઓને કાયમની નિરાંત થઇ જાય.”

એક મિત્રેમજાકમાં કહ્યું, “તો પછી પાણો ઉખડયો કે નહિ?” વલ્લભભાઈએ વિજયી અદાથી કહ્યું, “વલ્લભે આદરેલું કામ એ ક્યારેય અધૂરું ન મુકે.”

જે બીજાના હિતનો વિચાર કરે છે એના પર ભગવાનની પ્રસન્નતા વરસે છે અને ભગવાનની કૃપાથી એના દરેક કાર્યમાં ઝળહળતી સફળતા મેળવે છે. માત્ર સ્વકેન્દ્રી બનીને પોતાનો જ વિચાર કરવાના બદલે સમાજનો અને આસપાસ વસતા લોકોનો પણ વિચાર કરવો જોઈએ.

સરદાર વાણી:- પૈસો તો આજે છે ને કાલે જતો રહેશે. સટ્ટાબજારમાં ઘણા લોકો પૈસા ગુમાવે છે પણ સેવાના બજારમાં કોઇપણ દિવસ ગુમાવવાનું નથી હોતું.

  • સરદાર એટલે સરદાર તેમની તોલે ભારતનો કોઈ નેતા આવે નહિ.
    સાદાઈ, સરળતા , દ્રઢ નિર્ણય શક્તિ, નિર્ભીકતા ,સેવા એવા હજારો
    ગુણો ધરાવતી વ્યક્તિ એટલે લોખંડી મનોબળ ,ગુજરાતનું ગૌરવ,
    અને ચરોતરનો ચમકતો સિતારો એટલે સરદાર વલ્લભભાઈ પટેલ.

ગાજી હતી આ ગુજરાતે, વજ્જરવાણી સરદારની .

નિર્ભય સિંહ સમી એ છાતી ,

બુલંદ જોમભરી ઉભરાતી ,

શોર્યવંતી તીખી ને, તાતી જેમ ધાર હોય તલવારની .

બારડોલી તે રહેતું ડોલી ,

હાલક ડોલક હૈદરાબાદ ,

તેજ ભરેલા ઊડે તિખારા ,

ટકરાયે જાણે પોલાદ ,

ફરે નજર ત્યાં , જાય શમી રંજાડો રણકારની .

એ શબ્દોનાં તીર વછુટયાં ,

સહુ જુનવાણી તખ્તો તૂટ્યાં ,

એની ફુંકે રાજ ઉડ્યાં ,

ભૂપતિઓનાં તાજ ઉડ્યાં ,

એક થયો ભારત , એ પ્રતીતિ લોખંડી નીરધારની .

શુર બનો બહાદુર બનો ,

ખંખેરો મનની ભીતિ ,

નહિ સામર્થ્ય વિના સંપતિ ,

ભય વિના નહિ પ્રીતિ ,

ગિરા એ કડવી કઠોર , ભીતર વત્સલ અમૃતધારની .

સરદારના સંભારણા આગળનો અંક વાંચવા માટે અમારું ફેસબુક પેઝ લાઇક કરો