9th July 2020
Breaking News

બાળકોને શીખવો બચતનું મહત્વ દરેક માતા પિતા ખાસ વાંચવું

બાળક સારામાં સારી સ્કૂલમાં જતું હોય , માતા – પિતા ‘ એના માટે સારી સ્કૂલબેગ , ગેમ્સ , ડાન્સ ક્લાસ , વિવિધ પ્રવૃત્તિઓ કરાવતાં હોય છે . એના માટે તેઓ મહેનતની સાથે કરકસર પણ કરતાં હોય છે , એ વાતનો ખ્યાલ બાળકને નથી હોતો . માતા પિતાએ આ બાબત બાળકને શીખવવાની જરૂર છે કે બચત કેવી રીતે થાય ? બાળકને નાનપણથી જ બચત અને તેનું મહત્ત્વ શીખવવું જોઇએ . તેમને પોતાના નાના ખર્ચનો હિસાબ રાખવા , તેમનું બેંકમાં ખાતું ખોલાવવા , પિગી બેંક રાખી તેમાં પૈસા બચાવવા માટે પ્રોત્સાહન આપવું જોઇએ જેથી તેઓ બચતને પોતાની જીવનશૈલીની આદત બનાવી શકે . તમારા બાળકને બચત અને ખર્ચનો હિસાબ પૂછો . તેનો હિસાબ જાળવવા માટે નોટબુક આપી શકો છો

અથવા જો બાળક હોશિયાર અને સ્માર્ટ હોય તો તેને મોબાઇલ , લેપટોપમાં એક્સેલનો ઉપયોગ કરવાનું પણ કહી શકાય . એ પછી બાળકને છેલ્લા બે મહિનાના ખર્ચની સરખામણી કરવાનું જણાવી તેને પૂછો કે તેના ખર્ચમાં તે ઘટાડો કરી શકે છે . ‘

– આ ઉપરાંત , જો બાળક થોડું સમજદાર હોય તો તેને વિવિધ બચત અને રોકાણના સાધનો વિશે પણ માહિતી આપી શકાય . આમાં તેને સામાન્ય બચત યોજનાઓ જેવી કે રિકરિંગ એકાઉન્ટ , ફિક્સ ડિપોઝિટ વગેરેનો પરિચય આપી સમજાવી શકો છો કે કઇ રીતે નાની નાની બચત કરીને મોટી મૂડી ભેગી કરી શકાય છે . આ રીતે સમજાવવાથી બાળકને પણ પોતાને મળેલી રકમમાંથી થોડી થોડી રકમ બચાવવાની ઇચ્છા થાય છે અને તે બચત કરતાં શીખે છે . બાળકને બચત કરવા માટે બેંકમાં ખાતું પણ ખોલાવી બાળકને જોનાનપણથી જ બચત કરવાની જાય , ટેવ પાડવામાં આવે અને તે સાથે તેને બચતનું મહત્ત્વ પણ સમજાવવામાં આવે , તો આ બાબત તેના ભવિષ્ય માટે સારી રહે છે આપી શકો છો .

આ ખાતું બાળકને જ ઓપરેટ કરવાનું કહો , જેથી તેને બૅની કામગીરીનો ખ્યાલ આવે . આ એક શીખવાની પ્રક્રિયા છે અને તે શીખવા માટે તથા તેમાં આગળ વધવા માટે પૂરતો સમય આપો . ધીરે ધીરે બાળકને ખ્યાલ આવી જશે કે પોતે થોડી બચત કરીને બેંકમાં મૂકી તેના પર વ્યાજની રકમ કઇ રીતે મેળવી શકે છે . આમ બચત , ખર્ચ અને રોકાણની મૂળભૂત બાબતોને જાણીને તે રૂપિયાની બાબતમાં વધુ સમજદાર બનશે અને તમારો સપોર્ટ તેમને જરૂર મદદરૂપ થશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *