ભારતનો સૌથી મોટો બગીચો ક્યાં આવેલો છે જાણો તેના વિષે વધુમાં

ભારતનો સૌથી મોટો બગીચો ક્યાં આવેલો છે જાણો તેના વિષે વધુમાં

30th December 2018 0 By admin

હા, તમે સાચું વાંચ્યું પશ્ચિમ ભારત માં આવેલો સૌથી મોટો બગીચો વડોદરા માં આવેલો છે. અને આ બગીચો એટલે આપણું કમાટીબાગ. કમાટીબાગ કે જે સયાજીબાગ તરીકે પણ ઓળખાય છે. જે વડોદરા ના રાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા બનાવવામાં આવ્યો હતો. વડોદરાવાસીઓ ના હૃદય માં સ્થાન પામેલો આ બગીચો ૧૮૭૯ માં જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ બગીચો ૧૧૩ એકર જેટલા વિશાળ વિસ્તાર માં ફેલાયેલો છે. અહીં ૯૮ પ્રકાર ના ઝાડ આવેલા છે. જેમાંના કેટલાક ઝાડ એવા છે જે બીજે ક્યાંય જોવા મળતા નથી. અહીં બે સંગ્રહાલય, એક કુત્રિમ નભોમંડળ (પ્લેનેટોરિયમ) અને માછલી ગૃહ પણ આવેલું છે. જુદા જુદા પ્રકારના ફૂલો થી ઘેરાયેલું ‘ફ્લોરલ ક્લોક’ અહીંનું ખાસ આકર્ષણ છે. આ ઘડિયાળ નો વ્યાસ ૨૦ ફિટ જેટલો છે.સયાજીબાગ એટલે કે કમાટીબાગ ના ૩ પ્રવેશદ્વાર છે. પહેલો અને મુખ્ય દ્વાર કાલા ઘોડા પાસે છે. આ ગેટ રેલવે સ્ટેશન થી માત્ર ૮૦૦ મિત્ર દૂર છે અને બસ સ્ટેશન થી પણ કૈક આટલું જ અંતર છે. સયાજીબાગ નો ત્રીજો ગેટ રાણા પ્રતાપ ચોકડી પાસે છે. અને બીજો દરવાજો, પહેલા અને ત્રીજા દરવાજા ની વચ્ચે ક્યાંક છેબરોડા મ્યુઝીયમ અને પિક્ચર ગેલેરીમ્યુઝીયમ નું બાંધકામ ૧૮૭૪ માં થયેલું છે. આ મ્યુઝીયમ લંડન ના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝીયમ ને મળતું આવે છે. અહીંની ઇમારત નું માળખું મેજર મંટ અને આર.એફ.ચીઝલોમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ મ્યુઝીયમ માં કળા, શિલ્પો અને નૃવંશ વિજ્ઞાન ને લાગતું સંગ્રહ થયેલું છે. પિક્ચર ગેલેરી માં ભારતના અને ભારતની બહાર ના ચિત્રો નો સંગ્રહ છે.

સરદાર પટેલ પ્લેનેટોરિયમ: પ્લેનેટોરિયમ સયાજીબાગ ના મુખ્ય દરવાજા પાસે આવેલું છે. અહીં જાહેર જનતા માટે શો રહેતો હોય છે. શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ ખાસ શો ની વ્યવસ્થા કરી આપતા હોય છે. પ્લેનેટોરિયમ દર્શકોને જુદા જુદા ગ્રહો અને તારાઓ ની માહિતી આપવા સક્ષમ છે. વચ્ચે એના પુનઃબાંધકામ અર્થે થોડા સમય બંધ રહ્યું હતું પણ હવે ચાલુ છે.