9th July 2020
Breaking News

કોઇપણ શાળા સંચાલકો વિદ્યાર્થીઓને ચાલુ વર્ષની શૈક્ષણિક ફી તાત્કાલિક વસૂલ કરવા દબાણ કરી શકશે નહીં વધુમાં વાંચો અને શેર કરો

કોઇપણ શાળા સંચાલકો વિદ્યાર્થીઓ કે વાલીઓને ચાલુ વર્ષની શૈક્ષણિક ફી તાત્કાલિક વસૂલ કરવા દબાણ કરી શકશે નહીં. ૧૩મી એપ્રિલના રોજ રાજ્યના શાળા સંચાલક મંડળના આગેવાનોની રાજ્ય સરકાર સાથે થયેલી સમજૂતી મુજબ વાલીઓ શૈક્ષણિક ફી આગામી સપ્ટેમ્બર માસ સુધીમાં, માસિક હપ્તા કે પોતાની અનુકૂળતા મુજબ ભરી શકશે.

આ સમજૂતી મુજબ જ શાળા સંચાલકોએ વાલીઓ પાસેથી ચાલુ વર્ષની શૈક્ષણિક ફી વસૂલ કરવાની રહેશે. આમ છતાં પણ જો કોઇ ખાનગી શાળાએ ફી અંગે કોઇ દબાણ કર્યું હોવાની ફરિયાદ મળશે તેવા કિસ્સામાં શિક્ષણ વિભાગ જે તે શાળા સામે નિયમાનુસાર કાર્યવાહી કરશે

હોમ લનગ કાર્યક્રમ અંતર્ગત જે વિદ્યાર્થીઓ પાસે ટી.વી. કે મોબાઇલની સુવિધા નથી તેવા વિદ્યાર્થીઓ માટે ધો. 1 થી 8 માટે જીસીઇઆરટી દ્વારા તૈયાર થયેલ શૈક્ષણિક પ્રવૃત્તિ કે વર્કશીટ જે તે જિલ્લા દ્વારા પ્રિન્ટ કરીને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સમયસર વિતરણ થાય તેનું પણ નક્કર આયોજન કરાયું છે. તેની સાથોસાથ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાઠયપુસ્તકો ઘરે ઘરે પહોંચાડવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે અને આ પુસ્તકો કે શૈક્ષણિક સામગ્રી સમયસર વિદ્યાર્થીઓને પહોંચે તેની વ્યવસ્થા પણ જે તે જિલ્લાના સ્થાનિક તંત્રએ કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *