આપણી ભૂમિકા શ્રેષ્ઠ રીતે ભજવીએ

આપણી ભૂમિકા શ્રેષ્ઠ રીતે ભજવીએ

1st November 2017 5 By admin

રાજા ભોજના દરબારમાં એક બહુરૂપી આવ્યો અને રાજા પાસે 5 રૂપિયાની માંગ કરી. રાજાએ બહુરૂપીને કહ્યું, “ હું કલાકારને પુરસ્કાર આપી શકું, દાન નહિ.” બહુરુપીએ પોતાની કલાના પ્રદર્શન માટે રાજા ભોજ પાસેથી ૩ દિવસનો સમય માંગ્યો.

બીજા દિવસે રાજધાનીની બહાર એક વૃક્ષ નીચે કોઈ અજાણ્યા મહાત્માએ આસન લગાવ્યું. મહાત્મા આંખો બંધ કરીને સમાધિમાં બેસી  ગયા. આસ-પાસ ગોવાળિયાઓ ભેગા થયા અને મહાત્માને પૂછવા લાગ્યા, “મહારાજ, આપ કોણ છો? મહાત્માએ કોઈ જવાબ આપ્યો નહિ. બસ આંખો બંધ કરીને બેસી રહ્યા.

      ગોવાળિયાઓએ ગામમાં જઇને બધાને આ મહારાજ વિશે વાત કરી. લોકો મહારાજના દર્શન કરવા આવવા લાગ્યા અને પોતાની સાથે ફળ-ફૂલ પણ લાવતા હતા.મહાત્માની આજુ-બાજુ ફળ-ફૂલના ઠગલા થઇ ગયા પણ મહારાજ આંખો બંધ કરીને બેસીજ રહ્યા.

      બીજા દિવસે રાજ્યના પ્રધાનમંત્રી ને આ સમાચાર મળ્યા એટલે એ મહાત્માનાં દર્શન કરવા આવ્યા. દર્શન  કરીને  મહાત્માના ચરણે સુવર્ણમુદ્રા ધરી અને ભેટ સ્વીકારવા મહાત્માને વિનંતી કરી. પરંતુ મહાત્મા કઈ જ સંભળાતું ન હોય એમ મૌન જ બેસી રહ્યા.

      ત્રીજા દિવસે રાજા ભોજ સ્વયં આ મહાત્માના દર્શન કરવા માટે આવ્યા. હીરા-મોટી અને માણેક ભેટમાં આપવા માટે લાવ્યા. આ કીમતી રત્નોનો મહાત્મા પાસે ઢગલો કર્યો અને મહાત્માને વંદન કરી આશીર્વાદ આપવા માટે વિનંતી કરી. આ છતાં મહાત્મા મૌન રહ્યા અને આંખો પણ ન ખોલી.

      ચોથા દિવસે પેલો બહુરૂપી રાજા ભોજના દરબારમાં પહોચ્યો અને રાજાને હાથ જોડી વિનંતી કરતાં કહ્યું, “ મહારાજ, રાજધાનીની બહાર જે મહાત્મા બેઠા હતા એ હું પોતે જ હતો. મહાત્માનો વેશ ધરીને બેઠો હતો. હવે મને પાંચ રૂપિયાણો પુરસ્કાર આપો.” રાજાએ બહુરુપીને કહ્યું તું સાવ મુર્ખ છે. આખા રાજ્યનો વૈભવ તારા ચરણોમાં રાખ્યો હતો ત્યારે તો તે એકવાર પણ આંખ ન ખોલી કે એક શબ્દ પણ ન બોલ્યો, હવે પાંચ રૂપિયા માંગે છે?

બહુરુપીએ રાજાને જવાબ આપતા કહ્યું,” તે વખતે હું મહાત્માના વેશમાં હતો અને ત્યારે બધો જ વૈભવ મારા માટે વ્યર્થ હતો, કારણ કે મારે મારા વેશનું લાજ રાખવાની હતી. પરંતુ હવે મારા પેટની આગ મારા શ્રમનું મુલ્ય માંગે છે.”

આપણે બધા પણ જુદા જુદા વેશ ભજવી રહ્યા છીએ. માં કે બાપ ણો વેશ, દીકરા કે દીકરીનો વેશ, મિત્ર કે પડોશીનો વેશ, ભાઈ કે બહેનનો વેશ, કર્મચારી કે અધિકારીનો વેશ ,આપણા આ ભજવતા વિવિધ પ્રકારના વેશની લાજ ન જાય એનો વિચાર ક્યારેય કર્યો છે. 

સંકલ્પનું સુકાન -1. સંકલ્પનું બળે જિંદગીનો જંગ જીતાય વાંચવા અહી ક્લિક કરો

સંકલ્પનું સુકાન -2.સાચોયુવાનઅગવડતાના પર્વતને ઓળંગી જાય વાંચવા અહી ક્લિક કરો

motivational speech shaileshbhai sagpariya

motivational speech shaileshbhai sagpariya

સંકલ્પનું સુકાન -૩. ભૂલોને ભૂલનાર શાંતિ મેળવે વાંચવા અહી ક્લિક કરો

સંકલ્પનું સુકાન -4. આપણી ભૂમિકા શ્રેષ્ઠ રીતે ભજવીએ