
પરત જઇ રહેલા શ્રમિકે કહ્યું-ગુજરાતે અમને બધું જ આપ્યું છે, અમે પાછા આવીશું
અમારું વતન ભલે રાયબરેલી છે, પણ ગુજરાત જ અમારું સર્વસ્વ છે…
કોરોનાના સંક્રમણના પગલે લૉકડાઉનનો અમલ કરાયો…. અનેક લોકો જ્યાં હતા ત્યાં અટવાયા છે ત્યારે અમરાઈવાડી રહેતા ક્રિષ્ના દેવી અને તેમનો પરિવાર કર્મભૂમિ અમદાવાદને પગે લાગી ટ્રેનમાં બેઠો હતો. અમારુ વતન ભલે રાયબરેલી છે, પણ ગુજરાત જ અમારુ સર્વસ્વ છે અમદાવાદના ahmedabad અમરાઈવાડીમાં રબારી વસાહત ખાતે રહેતા મૂળ રાયબરેલીના વતની ક્રિશ્નાવતી કહે છે કે,
‘અમે અહીં જ રહીએ છીએ.. નાનુ મોટું કામ કરીએ છીએ… અમારુ વતન ભલે રાયબરેલી છે, પણ ગુજરાત જ અમારુ સર્વસ્વ છે. ગુજરાતે અમને ઘણુ આપ્યું છે….જો કે આવી પરિસ્થિતિમાં ઘર યાદ આવે છે એટલે જ જઈએ છીએ…જિલ્લા તંત્રએ અમને વતન જવા માટેની તમામ વ્યવસ્થા કરી છે…અમે તેનાથી સંતુષ્ટ છીએ… પણ હું એટલું ચોક્કસ કહીશ કે, અમે ગુજરાત પાછા આવીશુ જ…’