
બહેન એટલે ….ભાઈ ના બધાં દુઃખ પોતે લઇ જાય …?
દૂરથી પણ ભાઈની પીડાનો જેને એહસાસ થાય ..?
… એને બહેન કહેવાય …શબ્દો ને તો દુનિયા પણ સમજી શકે …?પણ જે ભાઈના મૌન ને પણ સમજાય ..!… એને બહેન કેહવાય …
લડતી રહેતી એ હંમેશા એના ભાઈ સાથે ..!અને એજ ભાઈ માટે આખી દુનિયા સાથે પણ લડી જાય ..?… એને બહેન કહેવાય …
પહેલાં કરે ભાઈની ફરિયાદ મમ્મીપપ્પા ને ..!અનેપછી પોતે જ ભાઈ ની સાથે થઇ જાય ..?… એને બહેન કહેવાય …
રિસાઇને ભાઈ કરે અબોલા તો પહેલાં આવી મનાવે ..?
વાંક ભલેને ભાઈનો હોય , હમેંશા ભાઈને વિનવે ..!
… એને બહેન કહેવાય …શોધતાં રહીએ આપણે ઈશ્વર ને મંદિરોમાં …?પણ મિત્ર સ્વરૂપે ખુદ જે ભગવાન તમારી સાથે રહે ..!… એને બહેન કેહવાય …
રડાવી છે ભાઈએ ખૂબ હેરાન કરીને ..?તો પણ ભાઈને રડતો જોઈ હસાવે ..!… એને બહેન કહેવાય .
ચીડાવી છે જેને ભાઈ એ ચોટલો ખેંચી ને ..?તોય ભાઈ ને લાડ લડાવે ..!… એને બહેન કહેવાય …લખાય કેમ કાગળ પર પ્રેમને શબ્દોમાં જેનો ..!પોતાની મુશ્કાન આપી ભાઈના આંસુ હરે ..?… એને બહેન કહેવાય …જેના મીઠાં અવાજે ભાઈનો ચહેરો ખીલી જાય ..?
શતાયુ જીવે મારો ભઈલો એવી પ્રાર્થના કરતી જાય ..!
એને બહેન કહેવાય …