30th November 2020
Breaking News

રાત્રે ઉંઘ નથી આવતી તો કરો આ અકસીર ઈલાજ

અનીંદ્રા સુતા પહેલા ઠંડા પાણી વડે હાથ-પગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે.

– ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે.

– પીપરીમુળના ચુર્ણના ફાકી લેવાથી અને પગે દીવેલ ઘસવાથી સારી ઊંઘ આવે.

– સાથે ગંઠાડાનું ચુર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે.

– વરીયાળી, દૂધ અને સાકરનું ઠંડુ સરબત પીવાથી સારી ઊંઘ આવે છે.

– જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાંખી ગરમ કરી સુતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે.

– ખુબ વિચાર, વાયુ કે વૃદ્ધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી ઊંઘ ઉડી જાય છે ત્યારે ગંઠોડાનું ચુર્ણ ૨ ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.

– દૂધમાં ખાંડ તથા ગંઠોડાનું ચુર્ણ નાંખી ઉકાળીને પીવાથી ઊંઘ સારી આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *