9th July 2020
Breaking News

ધો . 9 અને 11ના છાત્રોને મળશે સિદ્ધિ અને કૃપા ગુણની ભેટ વીશે વધુમાં વાંચો

પરિણામ તૈયાર કરવા માટે જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં સુધારો ધો . 9 અને 11ના છાત્રોને મળશે સિદ્ધિ અને કૃપા ગુણની ભેટ

પ સિદ્ધિ ગુણ અપાશે 15 જો બાદમાં પણ વિદ્યાર્થી પાસા નહીં થાય તો આચાર્ય આપી શકશે 10 કૃપા ગુણ રાજકોટ તા . ૨૩ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો . ૯ અને ૧૧ના વિદ્યાર્થીનાં પરીણામ તૈયાર કરવા માટે જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં સુધારો કરવામાં આવ્યો છે . જે મુજબ હવે જે વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષા સિવાયની પરીક્ષાના ગુણથી પાસ ન થતો હોય તો તેવા વિદ્યાર્થીને સૌપ્રથમ મહત્તમ ૧૫ માર્ક સુધી સિધ્ધિ ગુણ અને ત્યારપછી પણ પાસ ન થતો હોય તો કૃપા ગુણ આપીને પાસ કરવામાં આવશે . આમ , અગાઉ માસ પ્રમોશનથી પાસ લખી આગલા ધોરણમાં મોકલવાનો નિર્ણય પરત ખેંચીને હવે સિદ્ધિ અને કૃપા ગુણ સાથે આગળના ધોરણમાં મોકલવામાં આવશે . પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાના કહેરના પગલે રાજ્ય સરકાર દ્વારા ધો . ૧ થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો હતો .

આ નિર્ણય બાદ પ્રાથમિક સ્કુલોમાં વિદ્યાર્થીઓની માર્કશીટ કઇ રીતે તૈયાર કરવી તે અંગેની માર્ગદર્શિકા પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જ્યારે ધો . ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓના પરીણામ તૈયાર કરવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પણ માર્ગદર્શિકા જાહેર કરી હતી . અન્ય મૂલ્યાંકનના આધારે ૧૨૦ ગુણમાંથી વિદ્યાર્થીઓનું પરીણામ તૈયાર કરવાનું હતું . તેમાં જો વિદ્યાર્થી પાસ થતો ન હોય તો તેમને મારા પ્રમોશનથી ઉપલા ધોરણમાં લઇ ગયા તેમ લખવાની સુચના અપાઈ હતી . જો કે , હવે શિક્ષણ બોર્ડ ફેરફાર કરીને સિદ્ધિ અને કૃપા ગુણની પદ્ધતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે . વિષયમાં ૩૩થી ઓછા માર્ક આવે તો તે વિદ્યાર્થીના એકંદરે ગુણ જોઇ ૩૩ થી વધુ ગુણ હોય તો દરેક ટકા દીઠ ૧ લેખે મહત્તમ ૧૫ સિદ્ધિ ગુણની મર્યાદામાં રહીને પાસ થવા ખુટતાં ગુણ આપી શકાશે . આવો લાભ એક કે તેના કરતા વધુ વિષયમાં આપી શકાશે . સિદ્ધિ ગુણ અલગથી દર્શાવવાનાં રહેશે .

– જો કોઇ વિદ્યાર્થીને સિદ્ધિ ગુણ આપવા છતાં પણ જે તે વિષયમાં પાસ થતો ન હોય તો તે સંજોગોમાં શાળાના આચાર્ય તે વિદ્યાર્થીને પાસ થવા માટે જરૂરી ખુટતાં કૃપા ગુણ આપી શકશે . નિયમ મુજબ આચાર્ય મહત્તમ ૧૦ કૃપા ગુણ આપી શકે છે , પરંતુ ૨૦૧૯ – ૨૦ ના વર્ષ માટે કૃપા ગુણની મર્યાદા રદ કરીને વિદ્યાર્થીને પાસ થવામાં ૧૦થી વધુ ગુણ ખુટતા હોય તો કેટલા ગુણ આચાર્ય આપી શકો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *