
સૂર્યગ્રહણ એ એક પ્રાકૃતિક ઘટના છે જેમાં સૂર્યનો પ્રકાશ અવરોધાય છે અને પૃથ્વી પર અંધારું છવાય છે. તે ત્યારે થાય છે જ્યારે પૃથ્વીનો કોઈ ભાગ ચંદ્ર હેઠળ છાયામાં પડેલો હોય છે જે સૂર્યપ્રકાશને સંપૂર્ણ અથવા આંશિક રૂપે અવરોધે છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક જ રેખામાં આવે છે ત્યારે સામાન્ય રીતે સૂર્યગ્રહણ થાય છે.
ગ્રહણ એ એક કુદરતી ઘટના છે. જો કે કેટલીક પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિઓમાં, સૂર્યગ્રહણ અલૌકિક કારણોને આભારી છે અથવા ખરાબ શુકન તરીકે ગણવામાં આવે છે. સૂર્ય દિવસ દરમિયાન અદૃશ્ય થઈ જાય છે અને થોડીવારમાં આકાશ કાળું પડી જાય છે.
૨૧ જુન ના રોજ થનારું સૂર્ય ગ્રહણ વિશ્વ સહિત દેશભરમાં જોવા મળશે. બપોરે અંધારું છવાય જવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ પ્રકાર નું સૂર્ય ગ્રહણ ૧૯૯૫ પછી પહેલી વાર પડી રહ્યું છે.
આચાર્ય ડો. સુશાંત રાજ અનુસાર, આ સૂર્ય ગ્રહણ પર કંકણાકૃતિ બનશે. એમાં છ ગ્રહ વક્રી કરશે. એમાં બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ, કેતુ વગેરે ગ્રહ વક્રી કરવાના છે. આ યોગ અશુભ માનવામાં આવે છે.
૨૧ જુન ના રોજ સવારે ૧૦.૧૩ વાગ્યા થી બપોરે ૧.૨૯ વાગ્યા સુધી ગ્રહણ રહેશે, જયારે સુતક ૧૨ કલાક પહેલા એટલે કે ૨૦ તારીખ ની રાત્રે શરુ થશે. સુતક કાળ માં મંદિરો ના દરવાજા બંધ કરવામાં આવે છે. આ સમયે કંઇક ખાવું પણ શુભ માનવામાં આવતું નથી.
ગર્ભવતી મહિલાઓ ને વિશેષ સાવધાની રાખવી જોઈએ. પેટ પર ગેરુ નો લેપ (ચોખા નો લેપ) લગાવવો.
ભારત માં ગ્રહણ કાળ ને અશુભ માનવામાં આવે છે, આ દરમિયાન કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ.
ગ્રહણ દરમિયાન કંઈ પણ ન ખાવું અને ગ્રહણ કાળ માં જે વધેલું ખાવાનું રાખ્યું હોય તેનો ઉપયોગ ન કરવો.
ખાવા માં તુલસી ના પાન નાખવા, જેને ખાવાથી ગ્રહણ ની અસર થતીનથી.