13th August 2020
Breaking News

સુરતની સિવિલ હોસ્પીટલમાં સાવ મફત 8 વર્ષના બાળકના મણકાને સીધો કરાયો

એક લાખમાં એક વ્યક્તિને થાય છે આવી તકલીફ દોઢ વર્ષની વયે નોર્મલ બાળકની જેમ ચાલતો મહુવાનો તીર્થ પટેલ ધીરે-ધીરે ડાબી બાજુ ઝુકીને ચાલવા લાગ્યો હતો જે એક ચિંતા ની વાત બની ગઈ હતી પરંતુ આજ સુરતની આ સિવિલ હોસ્પીટલના(civil hospital) ડોકટરે આ ચિંતા દુર કરી ડીસી છે

સી આકારના મણકાને સીધો કરવામાં પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓછામાં ઓછો રૂા.૫ થી ૬ લાખ ખર્ચ થાય, સિવિલ હોસ્પીટલમાં આ સર્જરી બિલકુલ વિનામૂલ્યે થઇ ગઈ છે

સુરતની surat નવી સિવિલ હોસ્પિટલમાં (civil hospital)એક લાખમાં એક કિસ્સો જોવા મળે છે તેવો ૮ વર્ષના બાળકના સી આકારના મણકાને (ગરદનનો પાછળનો ભાગ) ને ૧૦ કલાકની મેરેથોન સર્જરી કરીને સીધો કરાયો હતો. પ્રાઇવેટ હોસ્પિટલમાં રૂા.૫-૬  લાખનો ખર્ચ થાય છે તેવી આ સર્જરી નવી સિવિલમાં વિનામૂલ્યે થઇ હતી.

નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગતો મુજબ, મૂળ ભૂજના નખત્રાણાના વતની અને હાલમાં સુરત જિલ્લાના મહુવાના મીરામપુર ચોકડી પાસે રહેતા અને લાકડાના ડેન્સો ધરાવતા ચેતનભાઇ પટેલનો ૮ વર્ષનો દીકરો  તીર્થ મહુવાની શાળામાં ધોરણ-૩માં અભ્યાસ કરે છે.

દોઢ વર્ષની વયે નોર્મલ બાળકની જેમ ચાલતો તીર્થ ધીરે-ધીરે ડાબી તરફ ઝુકીને ચાલવા લાગતા તેને કોઇ ખોડ હોવાની પરિવારને શંકા થઇ હતી. બાળકને બારડોલી, નવસારી, સુરત અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિદાન-સારવાર કરાવી હતી . ટોટલ રૂપિયા બે લાખ ખર્ચ કરવા છતાં બાળકની આ તકલીફ દુર થઇ નહોતી. આથી પરિવાર ચિંતા માં હતો

મુંબઇની મોટી હોસ્પિટલમાં સારવાર અંગે તપાસ કરતા રૂા.૬ લાખ ખર્ચનો અંદાજ અપાતા પરિવાર પૈસા એકત્ર કરી રહયું હતું. તે દરમિયાન પરિવારનો સંપર્ક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં થયો પુછપરછ વિભાગ પર ફરજ બજાવતા તુલસીભાઇ સાથે તેમણે અહી ઓર્થોપેડીક વિભાગમાં બાળકની તપાસ કરાવવા સૂચન કર્યું હતું. જ્યાં પરીક્ષણમાં બાળકનો મણકો સી આકારનો જણાતા સર્જરી કરાવવાની ડૉકટરે સલાહ આપી હતી.

ત્યારબાદ ૧૩ ડિસેમ્બર સિવિલના ઓર્થોપેડીક વિભાગના વડા ડૉ.હરી મેનન અને ટીમે બાળકના મણકાનું ઓપરેશન શરૂ કર્યુ. સતત ૧૦ કલાક સુધી મેરેથોન સર્જરી ચાલી હતી. સપ્તાહ બાદ બાળકને પીઠ ઉપર બેલ્ટ બાંધીને ચાલતો કર્યો હતો. ત્યારે બાળકની સામાન્ય ચાલ નિહાળી પરિવાર ભાવવિભોર બની ગયો હતો. નવી સિવિલમાં સર્જરી વિનામૂલ્યે થતા પરિવારે કહયું કે પહેલા જ અહી આવ્યા હોત તો અત્યારસુધી કરેલો લાખોનો ખર્ચ બચી ગયો હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *