2nd March 2021
Breaking News

આ અેક પાનનો પ્રયોગ તમને રાખશે અનેક રોગોથી દુર

ભારતીય મસાલાઓ જ્યાં શાકભાજીનો સ્વાદ વધારે છે ત્યાં બીજી તરફ ઔષધીય ગુણોથી ભરપૂર હોવાને કારણે આયુર્વેદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતીય રસોડે તમાલપત્રનો પણ મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો નિયમિતરૂપે તમાલપત્રનો ઉપયોગ રસોઈમાં કરે છે. કરિયાણાની દુકાને પણ આસાનીથી તમાલપત્ર મળી જાય છે. આ સૂકવેલા પાન મોટાભાગે વઘાર કે ઉકાળતી વખતે ઉપયોગમાં લેવાય છે. તેને કારણે ભોજનમાં એક વિશિષ્ટ સ્વાદ અને સુગંધ આવે છે.

તમાલપત્ર લૌરેસી કુળમાં એક વૃક્ષ છે જે મૂળ ભારત, બાંગ્લાદેશ, નેપાળ, ભુતાન અને ચીન માં થાય છે. તમાલપત્ર ના વૃક્ષ ની ઊંચાઈ ૨૦ મીટર સુધી વધી શકે છે. તમાલપત્ર નો ભારત, નેપાળ અને ભુટાનની વાનગીઓમાં, ખાસ કરીને નોર્થ ઇન્ડિયા અને નેપાળના મોગલ રાંધણકળામાં અને ભુતાનમાં હર્બલ ચામાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. તેને તેલુગુ ભાષામાં બિરયાની અકુ biryani aaku અથવા બેઘરક્કુ bagharakku કહેવામાં આવે છે.

દક્ષિણ ભારતમાં તમાલપત્રની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. તેનું વાનસ્પતિક નામ સિન્નામોમમ તમાલા છે. તમાલપત્રના પાન સિવાય છોડના અન્ય ભાગ પણ ઔષધીય ગુણોની ખાણ છે.

તમાલવૃક્ષનાં પાંદડાં તજ વૃક્ષનાં પાંદડાં જેવાં જ હોય છે. તેના ગુણ પણ લગભગ એકસરખા જ છે. આયુર્વેદમાં તમાલપત્રને ઘણું જ મહત્વ આપવામાં આવે છે.
તમાલપત્રની સુંગંધ તીવ્ર અને સ્વાદ કડવો હોય છે.

તમાલપત્રથી થતાં લાભ
– તમાલપત્રમાં સારાં પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. તેમાંથી વિટામિન સી, ફોલિક એસિડ, વિટામિન એ, નિયાસિન, રીબોફ્લેવિન, એન્ટીઓક્સીડેન્ડ, એન્ટીસેપ્ટીક, આયર્ન, કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, મેગનીઝ, સેલેનિયમ, ઝિંક જેવા અઢળક પોષક તત્વો મળે છે.

– તમાલપત્ર મધુર, ગરમ, તીક્ષ્ણ, ઉત્તેજક,વાતહર અને પચવામાં હળવું હોય છે. એ કફ, વાયુ, હરસ, ઊલટી-ઉબકા, અરુચિ અને સળેખમ મટાડે છે. એ સર્વ પ્રકારના કફરોગો, અજીર્ણ, અપચો, પેટનો દુઃખાવો, અવાર-નવાર થતાં ઝાડા વગેરે પાચનતંત્રના રોગોમાં ફાયદાકારક છે.

– તમાલપત્રના 2-3 પાનને અડધો કપ પાણી કે ચા માં ઉકાળીને પીવાથી શરદી ખાંસીમાં આરામ મળે છે.

– જો તમને અપચો કે પેટમાં ભારેપણું અને પેટ ફુલવાની સમસ્યા રહેતી હોય તો 5 ગ્રામ તમાલપત્રનું ચૂર્ણ લેવું. કટકો આદુ વાટીને લેવું. અને 200 મિલિ. પાણીમાં અડધું રહે ત્યાં સુધી ઉકાળીને તેનું સેવન કરવું. તમે તેમાં થોડું મધ નાખીને પણ પી શકો છો. આ નુસખો દિવસમાં બે વાર કરવો.પણ તેનો પ્રયોગ કરવા દરમિયાન તળેલી વસ્તુઓ ન ખાશો.પેટમાં ઈફેક્શન હોય તો તમાલપત્રને શાકભાજીમાં પ્રયોગ કરો

માથાનો દુખાવો, ગેસ અને ઉધરસમાં રામબાણ
– પારંપારિક હર્બલ જાણકારો મુજબ, તમાલપત્રના તેલથી માલિશ કરવાથી માથાનો દુખાવો, લકવો અને માંસપેશીઓમાં દુખાવા જેવી સમસ્યાઓમાં આરામ મળે છે. રાતે સૂતા પહેલાં આના તેલથી માલિશ કરવામાં આવે તો બહુ જ સારી ઉંઘ આવે છે અને લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય રીતે થાય છે.

– મધની સાથે તમાલપત્રનું ચૂર્ણ લેવાથી શરદી અને ઉધરસમાં ઝડપથી રાહત મળે છે. પાતાળકોટના આદિવાસીઓ કહે છે જેના મોઢામાં ચાંદા હોય તે પણ આ નુસખાનો ઉપયોગ કરે તો તરત આરામ મળે છે.

– ગર્ભાશયની તકલીફોમાં પણ તે ઉપયોગી છે. ગર્ભાશયનું સંકોચન કરવામાં તે મદદરૂપ થાય છે. ગર્ભસ્‍ત્રાવ અને ગર્ભાપતનની તકલીફમાં પણ તે ફાયદો કરે છે. આમ, તમાલપત્ર ગર્ભાશયની શિથિલતા દૂર કરી તેને મજબૂતી અપાવવામાં મદદ કરે છે.

પ્રસુતી પછી ગર્ભાશયમાં કોઈ દોષ રહી ગયો હોય તો તમાલપત્ર અને એલચીદાણાનું સમભાગે બનાવેલ ચુર્ણ અડધી અડધી ચમચી સવાર-સાંજ લેવાથી મટે છે.

તમાલપત્ર, તજ અને એલચી દાણાનું ચૂર્ણ સમભાગે એક નાની ચમચી દિવસમાં બે વખત (સવારે અને સાંજ) પાણી સાથે લેવાથી ગર્ભાશયમાંના વિકારો શમી જાય છે; ગર્ભાશય મજબૂત બને છે અને ગર્ભસ્‍ત્રાવ થવાની તકલીફ દૂર થાય છે. આ પ્રયોગ કરવાથી ગર્ભધારણ થવાની શક્યતા વધે છે.

– તમાલપત્ર પાચનતંત્રના રોગોમાં પણ ખૂબ ઉપયોગી છે. તેના સેવનથી અપચો, આમપ્રકોપ અને વાયુની તકલીફ મટે છે.તેના 1-2 પાનને એક કપ પાણીમાં ઉકાળી લો. અડધુ રહ્યા પછી ઠંડુ થતા પીવાથી કોલેસ્ટ્રોલના સ્તરમાં કમી આવે છે.પેટમાં ઈફેક્શન હોય તો તેજપાનને શાકભાજીમાં પ્રયોગ કરો

– કફપ્રધાન રોગોમાં પણ તે ફાયદો કરે છે. કફ માટે તેના બે પાનને વાટીને ચા કે દૂધમાં ઉકાળીને પીવાથી લાભ થશે.
તમાલપત્ર ના 2-3 પાનને અડધો કપ પાણી કે ચા માં ઉકાળીને પીવાથી શરદી ખાંસીમાં આરામ મળે છે.

– ઉદર સંબંધી બધી તકલીફોમાં તે ઉપયોગી છે. મોળ, ઉદરશૂળ, વારંવાર ઝાડા થવા વગેરે તકલીફો તમાલપત્રના ચૂર્ણનો ફાંટ દિવસમાં બે વખત પીવાથી દૂર થાય છે. તમાલપત્ર તદ્દન નિર્દોષ પદાર્થ છે.

– ડાયાબિટીઝ રોગમાં તેના પાનનો પાવડર એક મહિના સુધી પ્રયોગ કરવાથી રક્તમાં ગ્લુકોઝ અને કોલેસ્ટ્રોલના સ્તરમાં કમી આવે છે.

– આ પાવડર દ્વારા અઠવાડિયામાં બે વાર મંજન કરવાથી દાંતોની ચમક અને સફેદી કાયમ રહે છે.

– અનિદ્રાની સમસ્યામાં તમાલપત્રના થોડા પાવડરને પાણીમાં મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા લેવાથી થોડી જ વાર માં ગાઢ નિદ્રા આવી જાય છે.

– તમાલપત્રને બાળવામાં આવે તો તેની અંદરના સાત્વિક ગુણો હવામાં પ્રસરે છે. આ કારણે બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી રાહત મળે છે. આ ધુમાડો શ્વાસમાં લેવાથી આપણા શરીરમાંથી બધા જ ઝેરી તત્વો શરીરની બહાર ફેંકાઈ જાય છે. હૃદયને દોડતું રાખવા અને શ્વસનતંત્ર માટે પણ તમાલપત્રનો ધુમાડો શ્રેષ્ઠ ઉપચાર છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે તમાલપત્રનો ધુમાડો એજિંગની પ્રક્રિયા પણ ધીમી પાડી દે છે.

ટેન્શન હળવું કરવામાં, એન્ઝાઈટી કે વ્યગ્રતા ઘટાડવામાં તમાલપત્રનો ધુમાડો મદદરૂપ છે. તે શરીરનો થાક ઓછો કરી દે છે. તમાલપત્રમાં સિનીયોલ, પિનેને, એલિમિસિન જેવા તત્વો છે. આ તત્વોને જ્યારે બાળવામાં આવે ત્યારે તે ઉર્જા આપે છે અને સ્ટ્રેસ ઓછો કરે છે. આ કેમિકલ હવામાં ભળે અને તેમને શ્વાસમાં લેવામાં આવે ત્યારે માનસિક તણાવ સાવ ઓછો થઈ જાય છે.

ધ્યાન રહે, આ ધુમાડાને સીધો શ્વાસમાં ન લો. તેનો ધુમાડો અગરબત્તીની જેમ શ્વાસમાં લેવો જોઈએ. એક વાર ધૂમાડો ઓછો થાય એટલે તમને તરત જ તેની ઇફેક્ટ જોવા મળશે. જ્યારે પણ તમને સ્ટ્રેસ લાગે, તમાલપત્રનો ધુમાડો કરી જુઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *