સાચો યુવાન અગવડતાના પર્વતને ઓળંગી જાય

સાચો યુવાન અગવડતાના પર્વતને ઓળંગી જાય

27th October 2017 2 By admin

કેનેડામાં રહેતો એક બાળક કેન્સરના રોગનો ભોગ બન્યો. કેન્સરને આગળ વધતું અટકાવવા માટે એનો એક પગ કાપી નાખવામાં આવ્યો. નાની વયમાં જ એક પગ ગુમાવવાથી આ બાળક નિરાશ થઇ ગયો હતો.બાળકની ખબર પૂછવા માટે તેના શિક્ષક આવ્યા. આ શિક્ષક પોતાની સાથે એક સામયિક લાવ્યા હતા. આ સામયિકમાં એક પગે અપંગ હોવા છતાં ન્યુયોર્ક મેરેથોન પૂરી કરનાર ડીકની કહાની છુપાયેલી હતી.
ડીક ટોમની આ આત્મવિશ્વાસની કથા વાંચીને પેલા બાળકને પણ કંઇક નું કરવાની ઈચ્છા થઇ. હોસ્પીટલમાં કેન્સરથી પીડાતા અનેક બાળ દર્દીઓની વ્યથા પોતાની સગી આંખે જોઈ હતી. એણે વિચાર્યું કે મારે કેન્સર નિદાનના સંસોધન માટે 1 મીલીયન ડોલર એકઠું કરવું છે અને આ માટે હું સમગ્ર કેનેડામાં દોડ લગાવીશ. એનો પગ તો કાપી નાખવામાં આવ્યો હતો તેથી તેને કૃતિમ પગ સાથે દોડવાની પ્રેક્ટીસ શરુ કરી.
શરૂઆતમાં તો ખુબ તકલીફ પડી. ખુબ પીડા થાય. બહુ પ્રયાસ કરે ત્યારે માંડ 1 કિલોમીટર દોડી શકે. જયારે એને તો સમગ્ર કેનેડામાં દોડ લગાવવી હતી.પણ હિમત હાર્યા વગર તેને પ્રયાસો શરુ રાખ્યા અને તે રોજ ના ૨૦ માઈઇલ જેટલું દોડતો થયો.
૧૯૮૦ના એપ્રિલ માસમાં એને પોતાના સ્વપ્નને સાકાર કરવા દોડ શરુ કરી. આ દોડને નામ આપ્યું ‘મેરેથોન ઓફ હોપ.’ એક કૃતિમ પગ સાથે શરુ થયેલી આ દોડ સતત ૧૪૩ દિવસ સુધી ચાલી અને રોજના ૨૩ માઈલનું અંતર કાપ્યું. કેન્સર પીડિત બાળકે બીજા કેન્સરના દર્દીઓને રાહત આપવા માટે શરુ કરેલા પ્રયાસોના પરિણામ સ્વરૂપે ૨૪ મીલીયન ડોલરનું ભંડોળ એકત્ર કર્યું. એને નક્કી કરેલા લક્ષ્યાંક કરતાં ૨૪ ગણું વધારે! અનેક લોકો માટે પ્રેરણાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડનાર આ જગપ્રસિદ્ધ કેનેડીયન ટેરી ફોક્સને આદર સાથે સલામ. “મન હોય તો માળવે જવાય” આ કહેવત ટેરીએ જીવીને બતાવી. સંકલ્પને સિદ્ધ કરવા માટે પોતાની જાતની ઘસી દેવી પડે.
મિટાદે અપની હસ્તી કો અગર કુછ મર્તબા ચાહતે હો,
દાના ખાકમે મિલકે ગુલે- ગુલઝાર હોતા હૈ.
उधम:साहसं घैर्य बुध्धि:शक्ति:पराक्रम: |
षडेते यत्र वर्तन्ते तत्र देवं सहायकृत ||
જ્યાં ઉધમ(પુરુષાર્થ),સાહસ,ધીરજ,બુદ્ધી,શક્તિ અને પરાક્રમ – આ છ ગુણ હોય છે ત્યાં નસીબ પણ સહાય કરે છે.