18th January 2021
Breaking News

તુલસી વિવાહનું મહત્વ અને વિધિ

શાસ્ત્રો મુજબ દેવપોઢી અગિયારસથી ભગવાન સૂતેલા હોવાથી તેમને દેવઉઠની અગિયારના રોજ જગાડવામાં આવે છે. તેથી આ દિવસને પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે.પુરાણગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યા તેથી ગોપીઓ તુલસીને પોતાની સૌતન માને છે. આ દિવસે તુલસીને શ્રૃંગારિત કરવામાં આવે છે અને શેરડી વડે મંડપ બાંધવામાં આવે છે. તુલસીજીને લાલ કે લીલા રંગની ચુંદડી ઓઢાડવામાં આવે છે. તુલસી વિવાહ સાંજના મુહુર્તમાં કરવામાં આવે છે.

કાર્તિક શુક્લ એકાદશીએ તુલસી પૂજનનો ઉત્સવ મનાવવામાં આવે છે. પરંતુ ઉત્તર ભારતમાં આનું વિશેષ મહત્વ છે. તુલસીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. આમ તો તુલસી વિવાહને માટે કાર્તિક શુક્લ નવમીની તિથિ યોગ્ય છે. પરંતુ કેટલાક લોકો અગિયારસથી પૂનમ સુધી તુલસી પૂજન કરીને પાંચમાં દિવસે તુલસીનું લગ્ન કરે છે. તુલસી વિવાહની આ પધ્ધતિ સૌથી વધુ પ્રખ્યાત છે.
ચાતુર્માસમાં સ્થિરતા ધારણ કરનાર સંતો આ દિવસે ચાતુર્માસ પૂર્ણ કરી પોતાના સ્થાને પરત થાય છે. આ દિવસે પૂનમ સુધી કરાતા પાંચ દિવસીય ભીષ્મપંચક વ્રતની પણ શરૂઆત થાય છે.
વિષ્ણુ ભગવાનના તુલસીમાતા સાથેના વિવાહના કારણે આ દિવસે તુલસી ચઢાવવાનો નિષેધ છે, તેને બદલે ભગવાનને બીલીપત્ર ચઢાવવાનું મહત્વ છે. કારતક સુદ નોમથી તુલસીવાસનું વ્રત કરનાર બારસને દિવસે પારણાં કરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ષોડશોપચાર પૂજા કરી શંખ, ઘંટ અને મૃદંગના નાદ સાથે મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરાય છે. તુલસીમાતાને સૌભાગ્યવતીનો શણગાર કરી શાલીગ્રામની સાત પ્રદક્ષિણા કરવામાં આવે છે.

તુલસીનું નામ સાંભળીને, લોકોનાં મનમાં વિશ્વાસની લાગણી જાગૃત થાય જાઈ છે. ભારતમાં, તુલસીને પવિત્ર છોડનું શિર્ષક મળેલુ છે. તુલસીનો છોડ એક એવો છોડ છે જે ભારતમાં લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. તુલસીને ઘરોમાં રાખવાથી શુભ માનવામાં આવે છે. પરંતુ ધાર્મિક ગુણધર્મ ઉપરાંત, તેમાં કેટલીક વૈજ્ઞાનિક ગુણધર્મો પણ છે. જેનાથી તુલસીનું છોડ વધુ ઉપયોગી છે. એવું કહેવાય છે કે ઘરમાં તુલસીના છોડને લીધે રોગ અને  બીમારી ઘર સુધી નથી આવતી, કારણ કે તે રોગ નિવારક છોડ  છે. તુલસીનો છોડનો ઉપયોગ કરીને, ઘણાં રોગોથી ઘરમાં જ રાહત મળી જાય છે. સામાન્ય રીતે, બે પ્રકારનાં તુલસીનો છોડ ઘરમાં જોવા મળે છે, જેના પાંદડા સહેજ ઘાટા હોય છે અને બીજું જેનો રંગ થોડો હળવો હોય છે. આજે અમે તમને તુલસીનો છોડના કેટલાક એવા લાભો વિશે કહીશું જે તમે જાણીને હેરાન થય જશો…

તુલસીનો ઉપયોગ દવા તરીકે પણ કરવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે પહેલાના જમાનમાં દવખાના જોવા ન મળતા ત્યારે મોટા ભાગના લોકો આ તુલસીનો ઉપયોગ કરીને તમામાં રોગોથી છુટકારો  મેળવતા હતા. તો આજે અમે તમે આ જૂની રૂઢિ તરીકે ઉપયોગમાં આવતા આ તુલસીના છોડનો દવા તરીકે કેમ ઉપયોગ કરવો તે બતાવીશુ…

તુલસી વિવાહ કેવી રીતે કરશો ?

ત્રણ મહિના પહેલાથી તુલસીના છોડને નિયમિત સીંચો અને તેનું પૂજન કરો.

પ્રબોધિનિ, ભીષ્મપંચક અથવા જ્યોતિ શાસ્ત્રોક્ત વિવાહ મૂર્હતમાં મંગળગીતો અને મંત્રોચ્ચાર દ્વારા તોરણ-મંડપ વગેરેનું નિર્માણ કરો.

ત્યાર પછી ચાર બ્રાહ્મણો દ્વારા ગણપતિ-માતૃકા પૂજન અને પુળ્યાવાચન કરાવો.

ત્યાર બાદ શ્રી લક્ષ્મીનારાયણ અને તુલસીના છોડ સાથે અથવા સોના-ચાંદીની તુલસીને શુભ આસન પર પૂર્વ તરફ મોઢુ રાખીને બેસાડવાં.

ગોધુલી(સાંજના) સમયમાં વર(ભગવાન)નું પૂજન કરવું

ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે કન્યા(તુલસી)નું દાન કરો.

ત્યારબાદ કુશકંડી હવન અને અગ્નિ પરિક્રમા કરાવો.

પછી વસ્ત્ર, ઘરેણા વગેરે આપો.

ત્યારપછી શક્તિ મુજબ બ્રાહ્મણ-ભોજ કરાવો અને પછી પોતે ભોજન કરો.

છેલ્લે માંગલિક ગીતો સાથે વિવાહ કાર્યક્રમ સંપન્ન કરો.

ભારતમાં હિન્દુ સમાજમાં તુલસી વિવાહ બાદ જ લગ્નમૌસમ શરૂ થાય છે.tulsi vivahતુલસીનું મહત્વ

તુલસી એક સાધારણ છોડ જરૂર છે, પરંતુ ભારતના લોકો માટે તે ગંગા-જમના જેવી પવિત્ર છે.

પૂજા સામગ્રીમાં તુલસીપત્ર જરૂરી સમજવામાં આવે છે. કહેવાય છે કે આના સિવાય ભગવાન સંતુષ્ટ થઈને પ્રસાદ નથી ગ્રહણ કરતાં.

નવમી, દશમીએ વ્રત અને પૂજન કરી બીજા દિવસે તુલસીના છોડને કોઈ બ્રાહ્મણને આપવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

સ્નાન કર્યા પછી દરરોજ તુલસીના છોડને પાણી આપવું સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ છે.

તુલસીના કારણે આસપાસના વાતાવરણની હવા શુધ્ધ થઈ જાય છે.

તુલસીના પાનનું અર્ક કેટલીય બીમારીયો દૂર કરે છે.

ડિપ્રેશનને દૂર કરવામાં પણ તુલસી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. કેટલાય અભ્યાસમાં સાબિત થઇ ચૂક્યુ છે કે તુલસીના પાનના સેવનથી તણાવ ઓછો થાય છે.

મોટાભાગે મહિલાઓને પીરિયડ્સમાં અનિયમિતતાની ફરિયાદ રહે છે. એવામાં તુલસીની બીજનો ઉપયોગ ફાયદાકારક રહેશે.

જો તમને શરદી હોય અથવા તો સામાન્ય તાવ છે તો ખાંડ, કાળા મરી અને તુલસીના પાનને પાણીમાં ઉકાળીને તેને કાઢો પીવાથી ફાયદો થાય છે. તમે ઇચ્છો તો તેની ગોળીઓ બનાવીને પણ ખાઇ શકો છો.

શ્વાસની દુર્ગંધને દૂર કરવા માટે પણ તુલસીના પાંદડા ઘણા ફાયદાકારક હોય છે અને નેચરલ હોવાને કારણે તેના કોઇ સાઇડ ઇફેક્ટસ પણ નથી થતા. જો તમારા મોંઢામાંથી દુર્ગંધ આવી રહી હોય તો તુલસીના કેટલાક પાન ચાવી જાઓ. આમ કરવાથી દુર્ગંધ દૂર થઇ જશે.

જો તમને ક્યાંય ઇજા થઇ હોય તો તુલસીના પાંદડાને ફટકડી સાથે મિક્સ કરીને લગાવવાથી ઘાવ જલ્દી ભરાઇ જાય છે. તુલસીમાં એન્ટી-બેક્ટેરિયલ તત્વ હોય છે જે ઇન્ફેક્શન થતા રોકે છે. આ ઉપરાંત તુલસીના પાંદડાને તેલમાં મિક્સ કરીને લગાવવાથી બળતરા પણ ઓછી થઇ જાય છે.

ત્વચા સંબંધિત રોગમાં તુલસી ખૂબ જ ફાયદાકારક છે. તેના ઉપયોગથી ખીલ દૂર થાય છે અને ચહેરા પર નિખાર આવે છે.

સરદાર પટેલ ણી જીવન ગાથા Sardar patel jayanti click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *