ટીવીની ડીસ એન્ટેના કેવી રીતે કામ કરે છે???

ટીવીની ડીસ એન્ટેના કેવી રીતે કામ કરે છે???

21st September 2017 0 By admin

ટીવી કેન્દ્રના ટાવરમાંથી કે સેટેલાઈટમાંથી ટીવી પ્રસારણ જુદી-જુદી ચેનલોના વિવિધ પ્રકારના સિગ્નલો માઇક્રોવેવ રૂપે વાતાવરણમાં પ્રસારિત થતા હોય છે પરંતુ મકાનના ધાબા ઉપર રહેલી ડીશ એન્ટેના તેમાંથી જરૂરી સિગ્નલો જ મેળવીને ટીવી પર રજુ કરે છે. ટીવી ઉપર આપણે ઇચ્છિત ચેનલ જોઈ શકીએ છીએ.

એન્ટેના એટલે વાતાવરણ માંથી રેડિયો કે અન્ય મોજા ગ્રહણ કરતુ સાધન .એન્ટેના એલ્યુમિનીયમની બે કે ત્રણ પટ્ટીઓ જોડીને બનાવાય છે. એન્ટેના ઘણા પ્રકારના હોય છે. આધુનિક ડીશ એન્ટેના એક વાડકા જેવી ગોળાકાર ડીશ છે. આ ડીશ એલ્યુમીનીયમ, સ્ટીલ કે ફીબ્રની બનેલી હોય છે. તેની મધ્યમાં ધાતુની કે પ્લાસ્ટીકની બનેલી લાકડી હોય છે. લાકડીના છેડે સિગ્નલ ગ્રહણ કરતું યંત્ર હોય છે તેને બ્લોક કન્વર્ટર કહે છે. ડીશનો આકાર અંતર્ગોળ અરીસા જેવો હોય છે. તેમાં અથડાતા સિગ્નલો પરાવર્તિત થઇ મધ્યમાં કેન્દ્રિત થાય છે અને બ્લોક કન્વર્ટરને મળે છે.

એકઠા થયેલા સિગ્નલો વધુ શક્તિશાળી થઈને કન્વર્ટરને મળે છે. કન્વર્ટર તેનું વિજ્પ્રવાહમાં રૂપાંતર કરી ટીવી તરફ મોકલે છે. આમ ડીશ એન્ટેનાનું કામ સુક્ષ્મ માઈક્રોવેવને ઝીલીને તેને કેન્દ્રિત કરી કન્વર્ટરને આપવાનું છે. જુદી જુદી ચેનલો જુદા જુદા માપની તરંગ લંબાઈ વાળા એન્ટેના બનાવે છે. જો કે દિશનું સ્થાન અને દિશા યોગ્ય રીતે ગોઠવાઈ પડે છે.