
અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગનના સંશોધકોએ દુનિયાનું સૌથી ટચૂકડું કોમ્પ્યુટર બનાવવાનો દાવો કર્યો છે. જેનું કદ 0.3 મિલિમટર છે. જેનો મતલબ છે કે આ કોમ્પ્યુટરની સાઈઝ ચોખાના દાણા કરતા પણ ઓછી છે. જોકે પરંપરાગત કોમ્પ્યુટરથી અલગ આ માઈક્રોડિવાઈસ સ્વીચ ઓફ થયા બાદ પ્રોગ્રામ અને ડેટાને સેવ કરતુ નથી. કોમ્પ્યુટર વિકસાવનાર ટીમના હેડ પ્રોફેસર ડેવિડ બ્લોનુ કહેવુ છે કે અમને નથી ખબર કે તેને કોમ્પ્યુટર કહી શકાય કે નહી, આ લોકો પર નિર્ભર છે પણ તે કોમ્પ્યુટર જેટલુ કામ કરી લે છે. નવા ડિવાઈસમા રેમ, પોટોવોલ્ટિક્સ, પ્રોસેસર અને વાયરલેસ ટ્રાન્સમીટર અને રિસવર્સ પણ છે. જે વિઝિબલ લાઈટના સ્વરૃપમાં ડેટા રિસિવ કરવાની સાથે સાથે ટ્રાન્સમિટ પણ કરે છે. આ ડીવાઈસને ટેમ્પરેચર સેંસર તરીકે કામ લેવા માટે ડીઝાઈન કરાઈ છે. જેનો ઉપયોગ સેલ ક્લસ્ટર જેવી નાની જગ્યાઓનુ તાપમાન જાણવા થઈ શકે છે. તેનો વિજ્ઞાન અને કેન્સરના રિસર્ચમાં ઉપયોગ કરી શકાશે. જેમ કે પ્રાયોગિક ધોરણે આ ડિવાઈસને કેંસરગ્રસ્ત ઉંદરમાં ઈમ્પ્લાન્ટ કરાયુ હતુ. તેનાથી નોર્મલ સેલની જગ્યા ટયુમર ગ્રસ્ત સેલના ટે્મપરેચરમાં થતા ફેરફારને નોંધી શકાયુ હતુ. તેનાથી એ પણ ખબર પડશે કે સારવારનો કેટલો ફાયદો થઈ રહ્યો છે.
